સોમવાર, 23 માર્ચ, 2020
બુધવાર, 16 મે, 2012
પર્વતની ટોચે
પર્વતની ટોચે મેં બાંધી છે નિશાળ,
ભણવાને આવે નાના બાળ..
પર્વતની ટોચે...
મારી નિશાળમાં, નિત નવા છોડવા,
ઉછેરે એને નાના બાળ ...
પર્વતની ટોચે ...
મારી નિશાળમાં, નાનું પુસ્તકાલયમાં ,
પુસ્તકો વાંચે નાના બાળ ....
પર્વતની ટોચે...
પર્વતમાં છે કેટલાય વળાંકો,
વળાંકે છે વિષયના વર્ગ..
પર્વતની ટોચે...
પર્વતની ટોચે મેં બાંધ્યો છે હીંચકો,
હિંચકે છે નાના બાળ,
પર્વતની ટોચે...
પર્વતની ફરતે અને પવનચક્કી ,
વિજ્ઞાન ભણાય પર્વતપૂરમાં .....
પર્વતની ટોચે...
મંગળવાર, 8 મે, 2012
ઘોડાગાડી ..ઘોડાગાડી ....
ઘોડાગાડી ..ઘોડાગાડી ....
ઘોડાગાડીમાં બેસો મારા માડી
માં માં તુજને દૂર દેશ લઇ જાઉં (2)
સિંધુ ,ગંગા ,યમુના નદીના નીર ઓળગી જાઉં .
લાવું બંગ દેશની સાડી ,
ઘોડાગાડીમાં બેસો મારા માડી ................
માં માં તુજને ચંદ્રલોક લઇ જાઉં (2)
રવિ , સોમ , મંગળ ,બુધ , ગુરુ ,શુક્ર શનિ બતલાઉ ,
આ સાતે ગ્રહોની જોડી .
ઘોડાગાડીમાં બેસો મારા માડી ..................
માં માં તુજને પરીલોક લઇ જાઉં ,
રંગબેરંગી પાંખોવાળી એક પરી લઇ જાઉં ,
એને બનાઉ તારી લાડી ,
ઘોડાગાડીમાં બેસો મારા માડી ..................
-અજ્ઞાત
ઘોડાગાડીમાં બેસો મારા માડી
માં માં તુજને દૂર દેશ લઇ જાઉં (2)
સિંધુ ,ગંગા ,યમુના નદીના નીર ઓળગી જાઉં .
લાવું બંગ દેશની સાડી ,
ઘોડાગાડીમાં બેસો મારા માડી ................
માં માં તુજને ચંદ્રલોક લઇ જાઉં (2)
રવિ , સોમ , મંગળ ,બુધ , ગુરુ ,શુક્ર શનિ બતલાઉ ,
આ સાતે ગ્રહોની જોડી .
ઘોડાગાડીમાં બેસો મારા માડી ..................
માં માં તુજને પરીલોક લઇ જાઉં ,
રંગબેરંગી પાંખોવાળી એક પરી લઇ જાઉં ,
એને બનાઉ તારી લાડી ,
ઘોડાગાડીમાં બેસો મારા માડી ..................
-અજ્ઞાત
એક કબૂતર નાનું
એક કબૂતર નાનું એને બહુ ગમે ,ઉડવાનું
એ ઉડ્યું છાનુંમાનું ......(2)
તો કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ...ઘૂ ...ઘૂ ...
કહે કબૂતર ગાઉં , હું ડાળે ઝૂલવા જાઉં ,
તળાવમાં જઈ ન્હાઉં ...
તો કબૂતરના કાકા બોલ્યા ઘૂ ...ઘૂ ...ઘૂ ...
કબૂતર તો રોતું ' , આંસુ આવ્યું મોટું ,
મમ્મી સામે જોતું ,
તો કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ...ઘૂ ...ઘૂ....
મંગળવાર, 20 ડિસેમ્બર, 2011
શનિવાર, 10 ડિસેમ્બર, 2011
છું
દીવાસળીનું બાકસ છું,
હું તોફાની બારકસ છું,
એકલો છું પણ સરઘસ છું.
રાણીબાગ ને સરકસ છું,
હું તોફાનીબારકસ છું.
- સુરેશ દલાલ
મંગળવાર, 6 ડિસેમ્બર, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

