પૃષ્ઠો

શુક્રવાર, 4 નવેમ્બર, 2011

યાદ છે ને આપણી માતૃભાષા ગુજરાતી છે








               હાલ ઇન્ડિયામાં ભારતની તમામ ભાષાઓ બચાવવા અનેક શિબિરો અને સંમેલનો થઇ રહ્યા છે . ભારતમાંથી ઇન્ડિયા બનેલા આપણા દેશમાં માતૃભાષા બચાવવા આંદોલનો કરવા પડે એ સ્થિતિ આવે એ સંભવિત જ હતું. આમને આમ ચાલુ રહેશે તો ૧૦૦ વર્ષ બાદ ગુજરાતી ભાષાની હાલત દેવભાષા સંસ્કૃત જેવી થઇ જશે . ગુજરાતમાં અગ્રેજી શીખો નહી તો પછાત રહેશો તેવો પ્રચાર વાવાઝોડાની માફક શરુ થયો છે. ત્યાર આવું માનનારને કહેવું ઘટે કે .....

            " માતૃભાષા એ આંખો છે અને પરભાષા એ ચશ્માં છે." આ વિચાર મુજબ આંખોની જાળવણી દરેક વ્યક્તિ એ કરવી જોઈએ. જો માતૃભાષા ચાલી જશે તો વ્યક્તિની સર્જનાત્મકતા પણ ચાલી જશે.વ્યક્તિના હદયની વાત કહેવા , પારંપરિક પરપરાઓ અને સંસ્કૃતિ જાળવવા માતૃભાષાનું સવર્ધન થવું ઘટે ?

           ગુજરાત કરતા વિશ્વના એવા ઘણા દેશો છે જેની પાસેથી ગુજરાતીઓએ શીખવા જેવું છે.
 * ૪૦ થી ૪૫ લાખની વસ્તીવાળા નોર્વે પાસે પોતાની ભાષા છે.
 * તો વળી ઇઝરાયલ જેવા દેશમાં તમારે પ્રવેશવું હોય, ત્યાં સ્થાયી થવાનો વિચાર હોય તો સૌ પ્રથમ ત્યાની માતૃભાષા હીબ્રુ તમારે શીખવી પડે...તે સિવાય પ્રવેશ બંધ...

      આવા તો લગભગ ૪૫ જેટલા દેશો છે જેની વસ્તી ગુજરાત કરતા ઓછી છે, છતાં તેમની માતૃભાષા જાળવી  રાખી છે..

    આ બધી બાબતોથી આપણે શીખવું રહ્યું ???

    ધ્યાને રહે અહી અંગ્રેજી નો વિરોધ નથી , માતૃભાષાની અવગણનાની  વાત છે, અંગ્રેજી પાછળ ગાંડા થયેલા ભણેલા માત -પિતાને એટલી વિનતી કે અંગ્રેજી પાછળ જ શું કામ ?? દુનિયાની બધી ભાષા પાછળ ગાંડા થવાની છૂટ,,પણ માતૃભાષા ન છોડશો.માતૃભાષા ન ધિક્કારશો ..

       માતૃભાષા બાળક અને માતા વચ્ચે સ્નેહનો સેતુ તો છે જ પણ પેઢી દર પેઢી વચ્ચેનો સેતુ પણ છે.ગુજરાત તેની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે, ત્યારે માતૃભાષા તરીકે ગુજરાતી માતા જેટલો જ પ્રેમ કરીએ?? અંતમાં ..
      
   ગુમાવી છે! ગુમાવી છે ! ગુમાવી છે !
   કોન્વેન્ટ  સ્કૂલનાં કમ્પાઉન્ડમાંથી 
   સંચાલકો અને માતા - પિતાના અભરખા થકી 
   ગુજરાતી વાંચતી - લખતી એક આખી પેઢી 
   ગુમાવી છે ! ગુમાવી છે ! ગુમાવી છે !
   આખી પેઢી .....ગુમાવી છે !
                                      
                        - દર્શન પટેલ 
  

આવ રે વરસાદ આવ



આવ રે વરસાદ આવ 
આવ રે વરસાદ આવ
બાળકો બોલાવે તને 
આવ રે વરસાદ આવ..

તારા પાણીમાં (૨)
છબછબીયા કરશું.
તારા પાણીમાં (૨)
ભીંજાઈ જશું,
ઝરમરિયો વરસાદ ભાઈ (૨)

તારા પાણીમાં (૨)
હોડીતરાવશું.
તારા પાણીમાં (૨)
કૂદકા મરશું,
મુશળધાર વરસાદ ભાઈ (૨)

તારા પાણીથી (૨)
ધરા ભીંજાશે.
તારા પાણીમાં (૨)
વૃક્ષો ન્હાશે,
'ઝરમર' વરસાદ ભાઈ (૨)

આવ રે વરસાદ આવ (૨)
બાળકો બોલાવે તને 
આવ રે વરસાદ આવ......

- જલ્પા ગોંડલિયા