મને તો ઠંડી લાગતી નથી,
મારી બંડીને ઠંડી લાગે છે.
મને તો ઠંડી લાગતી નથી,
મારા સ્વેટરને ઠંડી લાગે છે.
મને તો ઠંડી લાગતી નથી,
કાનટોપીને ઠંડી લાગે છે.
મને તો ઠંડી લાગતી નથી,
હાથમોજાને ઠંડી લાગે છે.
મને તો ઠંડી લાગતી નથી,
મારા કામળાને ઠંડી લાગે છે.
- સુરેશ દલાલ