પૃષ્ઠો

મંગળવાર, 8 મે, 2012

ઘોડાગાડી ..ઘોડાગાડી ....

ઘોડાગાડી ..ઘોડાગાડી ....


ઘોડાગાડીમાં બેસો મારા માડી 


માં માં તુજને દૂર દેશ લઇ જાઉં (2) 


સિંધુ ,ગંગા ,યમુના નદીના નીર ઓળગી જાઉં .


લાવું બંગ દેશની સાડી , 


ઘોડાગાડીમાં બેસો મારા માડી ................


માં માં તુજને ચંદ્રલોક લઇ જાઉં (2)


રવિ , સોમ , મંગળ ,બુધ , ગુરુ ,શુક્ર શનિ  બતલાઉ ,


આ સાતે ગ્રહોની જોડી .


ઘોડાગાડીમાં બેસો મારા માડી ..................


માં માં તુજને પરીલોક લઇ જાઉં ,


રંગબેરંગી પાંખોવાળી એક પરી લઇ જાઉં ,


એને બનાઉ તારી લાડી ,


ઘોડાગાડીમાં બેસો મારા માડી ..................


                         -અજ્ઞાત 

એક કબૂતર નાનું



એક કબૂતર નાનું એને બહુ ગમે ,ઉડવાનું 

એ ઉડ્યું છાનુંમાનું ......(2) 

તો કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ...ઘૂ ...ઘૂ ...

કહે  કબૂતર ગાઉં , હું ડાળે ઝૂલવા જાઉં ,

તળાવમાં જઈ ન્હાઉં ...

તો કબૂતરના કાકા બોલ્યા ઘૂ ...ઘૂ ...ઘૂ ...

કબૂતર તો રોતું ' , આંસુ આવ્યું મોટું ,

મમ્મી સામે જોતું ,

તો કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ...ઘૂ ...ઘૂ....