પર્વતની ટોચે મેં બાંધી છે નિશાળ,
ભણવાને આવે નાના બાળ..
પર્વતની ટોચે...
મારી નિશાળમાં, નિત નવા છોડવા,
ઉછેરે એને નાના બાળ ...
પર્વતની ટોચે ...
મારી નિશાળમાં, નાનું પુસ્તકાલયમાં ,
પુસ્તકો વાંચે નાના બાળ ....
પર્વતની ટોચે...
પર્વતમાં છે કેટલાય વળાંકો,
વળાંકે છે વિષયના વર્ગ..
પર્વતની ટોચે...
પર્વતની ટોચે મેં બાંધ્યો છે હીંચકો,
હિંચકે છે નાના બાળ,
પર્વતની ટોચે...
પર્વતની ફરતે અને પવનચક્કી ,
વિજ્ઞાન ભણાય પર્વતપૂરમાં .....
પર્વતની ટોચે...