મંગળવાર, 20 ડિસેમ્બર, 2011
શનિવાર, 10 ડિસેમ્બર, 2011
છું
દીવાસળીનું બાકસ છું,
હું તોફાની બારકસ છું,
એકલો છું પણ સરઘસ છું.
રાણીબાગ ને સરકસ છું,
હું તોફાનીબારકસ છું.
- સુરેશ દલાલ
મંગળવાર, 6 ડિસેમ્બર, 2011
શનિવાર, 19 નવેમ્બર, 2011
એક જ ડાળના પંખી
એક જ ડાળના પંખી,અમે સહુ એક જ ડાળના પંખી.
વિહરીયે કદી આભમાં ઊંચે,
ઊડી ઊડી કદી આવીએ નીચે,
કિલ્લોલ કરતા રહેતા ઉમંગી.....એક જ ........
સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ,
લડીએ - વઢીએ ,કદી જુદા જ થઈએ ,
તોયે નિરંતર રહેતા સંપી.....એક જ .......
ધરતીને ખોળે બાળ અમે સહુ,
કરીએ કુદરત -ગાન અમે સહુ,
જીવન કેરા પ્રવાસના સંગી...એક જ ...
- શાંતિલાલ શાહ
રવિવાર, 6 નવેમ્બર, 2011
શુક્રવાર, 4 નવેમ્બર, 2011
યાદ છે ને આપણી માતૃભાષા ગુજરાતી છે
હાલ ઇન્ડિયામાં ભારતની તમામ ભાષાઓ બચાવવા અનેક શિબિરો અને સંમેલનો થઇ રહ્યા છે . ભારતમાંથી ઇન્ડિયા બનેલા આપણા દેશમાં માતૃભાષા બચાવવા આંદોલનો કરવા પડે એ સ્થિતિ આવે એ સંભવિત જ હતું. આમને આમ ચાલુ રહેશે તો ૧૦૦ વર્ષ બાદ ગુજરાતી ભાષાની હાલત દેવભાષા સંસ્કૃત જેવી થઇ જશે . ગુજરાતમાં અગ્રેજી શીખો નહી તો પછાત રહેશો તેવો પ્રચાર વાવાઝોડાની માફક શરુ થયો છે. ત્યાર આવું માનનારને કહેવું ઘટે કે .....
" માતૃભાષા એ આંખો છે અને પરભાષા એ ચશ્માં છે." આ વિચાર મુજબ આંખોની જાળવણી દરેક વ્યક્તિ એ કરવી જોઈએ. જો માતૃભાષા ચાલી જશે તો વ્યક્તિની સર્જનાત્મકતા પણ ચાલી જશે.વ્યક્તિના હદયની વાત કહેવા , પારંપરિક પરપરાઓ અને સંસ્કૃતિ જાળવવા માતૃભાષાનું સવર્ધન થવું ઘટે ?
ગુજરાત કરતા વિશ્વના એવા ઘણા દેશો છે જેની પાસેથી ગુજરાતીઓએ શીખવા જેવું છે.
* ૪૦ થી ૪૫ લાખની વસ્તીવાળા નોર્વે પાસે પોતાની ભાષા છે.
* તો વળી ઇઝરાયલ જેવા દેશમાં તમારે પ્રવેશવું હોય, ત્યાં સ્થાયી થવાનો વિચાર હોય તો સૌ પ્રથમ ત્યાની માતૃભાષા હીબ્રુ તમારે શીખવી પડે...તે સિવાય પ્રવેશ બંધ...
આવા તો લગભગ ૪૫ જેટલા દેશો છે જેની વસ્તી ગુજરાત કરતા ઓછી છે, છતાં તેમની માતૃભાષા જાળવી રાખી છે..
આ બધી બાબતોથી આપણે શીખવું રહ્યું ???
ધ્યાને રહે અહી અંગ્રેજી નો વિરોધ નથી , માતૃભાષાની અવગણનાની વાત છે, અંગ્રેજી પાછળ ગાંડા થયેલા ભણેલા માત -પિતાને એટલી વિનતી કે અંગ્રેજી પાછળ જ શું કામ ?? દુનિયાની બધી ભાષા પાછળ ગાંડા થવાની છૂટ,,પણ માતૃભાષા ન છોડશો.માતૃભાષા ન ધિક્કારશો ..
માતૃભાષા બાળક અને માતા વચ્ચે સ્નેહનો સેતુ તો છે જ પણ પેઢી દર પેઢી વચ્ચેનો સેતુ પણ છે.ગુજરાત તેની સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે, ત્યારે માતૃભાષા તરીકે ગુજરાતી માતા જેટલો જ પ્રેમ કરીએ?? અંતમાં ..
ગુમાવી છે! ગુમાવી છે ! ગુમાવી છે !
કોન્વેન્ટ સ્કૂલનાં કમ્પાઉન્ડમાંથી
સંચાલકો અને માતા - પિતાના અભરખા થકી
ગુજરાતી વાંચતી - લખતી એક આખી પેઢી
ગુમાવી છે ! ગુમાવી છે ! ગુમાવી છે !
આખી પેઢી .....ગુમાવી છે !
- દર્શન પટેલ
આવ રે વરસાદ આવ
આવ રે વરસાદ આવ
આવ રે વરસાદ આવ
બાળકો બોલાવે તને
આવ રે વરસાદ આવ..
તારા પાણીમાં (૨)
છબછબીયા કરશું.
તારા પાણીમાં (૨)
ભીંજાઈ જશું,
ઝરમરિયો વરસાદ ભાઈ (૨)
તારા પાણીમાં (૨)
હોડીતરાવશું.
તારા પાણીમાં (૨)
કૂદકા મરશું,
મુશળધાર વરસાદ ભાઈ (૨)
તારા પાણીથી (૨)
ધરા ભીંજાશે.
તારા પાણીમાં (૨)
વૃક્ષો ન્હાશે,
'ઝરમર' વરસાદ ભાઈ (૨)
આવ રે વરસાદ આવ (૨)
બાળકો બોલાવે તને
આવ રે વરસાદ આવ......
- જલ્પા ગોંડલિયા
રવિવાર, 9 ઑક્ટોબર, 2011
વમળ
'છોકરાઓને એકની એક વાત ૨૦-૨૦ વખત કહેતા તમને
કંટાળો નથી આવતો ?'
કંટાળો નથી આવતો ?'
એવો સવાલ એક શિક્ષકને કોઈએ કર્યો..તેણે જવાબ
આપ્યો ;'૧૯ વખત કહેલું નકામું ન જાય એટલા માટે વીસમી વખત
કહું છું ..'
આપ્યો ;'૧૯ વખત કહેલું નકામું ન જાય એટલા માટે વીસમી વખત
કહું છું ..'
કેળવણી એક લડત છે.શિક્ષકોનો પક્ષ હારી બેસશે , તો
જગતની શક્તિ નામશેષ થઇ જશે...
જગતની શક્તિ નામશેષ થઇ જશે...
એક જ રસ્તો છે ....ફરી ફરી સમજાવો, ફરી ફરી જાગૃત
કરો, અકથ્ય ધીરજ ધરો......
કાકા સાહેબ કાલેલકર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)















